મોરબી-કંડલા બાયપાસ નજીક મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી-કંડલા બાયપાસ નજીક રૂપીયાની લેતીદેતી બાબતે કારમા તોડફોડ કરી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર એસ્સાર પંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા પ્રકાશભાઇ ખેંગારભાઇ ગોલતર (ઉ.વ.૨૮) એ આરોપીઓ ભરતભાઇ આંબાલીયા (રહે.હાલ મોરબી મુળરહે.ખજુરીયા તા.જામ ખંભાળીયા) અને નવઘણ મોહનભાઇ બાંભવા (રહે.મોરબી આંનદનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા-૨ ના રોજ મોરબી કંડલા બાયપાસ, તુલશી પાર્ક, જી.ઇ.બી. પાસે ફરીયાદીએ સાહેદ મેઘરાજભાઇ શરશીયા તથા આરોપીને કોઇ રૂપીયાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય, તેનુ સમાધાન ફરીયાદીએ કરાવેલ હોય, જેનુ મનદુખ રાખી ફરીયાદીને આરોપીએ ગાળો આપી ફરીયાદીની સ્વીફટ કારમા તોડફોડ કરી નુકસાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..