હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં બનેલ બનાવ અંગે ગુન્હો નોંધાયો હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા આધેડને ધરમ કરતા ધાડ પડી તે ઉક્તિ મુજબ રાયસંગપર ગામના યુવાનને આપેલ ઉછીના પૈસા પરત માંગતા યુવાને છરીનો ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા અને ખેતી કરતા દોલતભાઇ હરિસંગભાઇ ગઢવી ઉ.વ.52એ માનવતાના ધોરણે રાયસંગપુર ગામના સંજયભાઇ કાંતીલાલભાઇ કોળીને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. દરમિયાન દોલતભાઇ ગઢવીએ ચાડધ્રા ગામથી મયુરનગર ગામ તરફ જવાના રસ્તે ચાડધ્રા ગામની સીમમાં આવેલ આરોપી સંજયભાઇ કાંતીલાલ કોળીની વાડીએ ગયા હતા અને ઉછીના આપેલા પૈસા પરત માંગતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને દોલતભાઈને ગાળો આપી ડાબા પગના સાથળના ભાગે છરીનો એક ઉંડો ધા મારી ગંભીર ઇજા કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે દોલતભાઈ ગઢવીએ આરોપી સંજય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૬,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..