ટંકારા : ટંકારામાં રહેતા આધેડ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ટંકારામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય દિલીપભાઇ જાદવજીભાઇ એ ગત તા. 25ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા પ્રથમ સારવાર ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે બેભાન હાલતમા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવારમા લાવતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી આપઘાતના કારણ સહીતની આગળની તપાસ શરુ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..