મોરબી: માનવતાના ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા માટે HDFC બેન્ક દ્વારા મોરબીમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 05 ડિસેમ્બર 2025 ને શુક્રવારના રોજ સવારે 9.00 વાગ્યાથી બપોરે 3.00 વાગ્યા સુધી એસપી રોડ પર એન્ટીલા હિલ્સની સામે, HDFC બેન્ક લિ. ખાતે રાખેલ છે. HDFC બેન્ક દ્વારા જાહેર જનતાને આ રક્તદાન કેમ્પમાં જોડાઈને 'રક્તદાન કરો, જીવન બચાવો' ના સંદેશને સાકાર કરવા અપીલ કરવામાં આવી છે.