મોરબી : મોરબી જિલ્લા પત્રકાર પરિવારમાં 'દાદા' ના હુલામણા નામથી જાણીતા અને સદાબહાર એવા અકિલાના સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનો આજે જન્મ દિવસ છે. આજે પ્રવીણભાઈ વ્યાસ ઝળહળતા જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, મોરબીની ચડતી...પડતીના સાક્ષી અને કલમના કસબી એવા પ્રવીણભાઈ વ્યાસ ૧૯૭૯ મચ્છુ જળ હોનારત હોય કે પછી ૨૦૦૧ નો ભૂકંપ હોય હર હમેશ ચોથી જાગીર તરીકે જાગતા લોક પ્રહરીની ભૂમિકા ભજવી મોરબીના રાજકીય મહાનુભાવોને કારકિર્દીના એકડાં ભણાવ્યાં છે અને વિશ્વ લેવલે છવાયેલ સીરામીક ઇન્ડસ્ટ્રીઝના વિકાસના વ્યાપને ગવાહ બન્યા છે, આજના શુભ અવસરે પ્રવીણભાઈ વ્યાસને મિત્રો, સ્નેહી, સગા - વહાલા અને પરિવારજનો તરફથી ફોન નંબર ૯૮૨૫૪ ૮૭૪૧૨ ઉપર તેમજ રૂબરૂ ખૂબ - ખૂબ શુભકામનાઓ મળી રહી છે.