રાત્રે 10 વાગ્યે સંદલની વિધિ અને 12 વાગ્યે દરગાહ દર્શન માટે ખુલશેમોરબી: મોરબીના આમરણ ખાતે આવેલી હઝરત દાવલશા પીરની દરગાહમાં આગામી તારીખ 29/04/2026 ને બુધવારના રોજ ઉર્ષ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત રાત્રે ઈશાની નમાઝ પઢીને 10 વાગ્યાથી સંદલ ઘસવાનું અને સંદલની ધાર્મિક ક્રિયાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે દરગાહ ખુલ્લી મુકવામાં આવશે, જેમાં સલામી ભરવાનો લાભ સતત ચાલુ રહેશે. પરંપરાગત રીતે રાબેતા મુજબ સંદલની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવશે.ઉર્ષના આ પાવન અવસરે દરગાહ પર શણગાર અને રોશનીનું આયોજન કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. ભીડ અને વ્યવસ્થાના સંચાલન માટે આખી રાત મોરબી પોલીસ વિભાગ દ્વારા પૂરતો સહકાર અને મદદ પૂરી પાડવામાં આવશે. #Morbi #MorbiUpdate #Amran #AmranNews #DavalshaPir #UrshMubarak #MorbiPolice #ReligiousEvent #MorbiNews