મોરબી : મોરબી તથા ટંકારામાં વસતા ઝાલા રાજપુત સમાજ તરફથી શક્ત શનાળા ખાતે છેલ્લા 36 વર્ષથી શરદપૂર્ણિમાના દિવસે હવન યજ્ઞાદિ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા. 6-10-2025 ને સોમવારના રોજ શરદ પૂર્ણિમાના દિવસે 37મા હવન યજ્ઞાદિનું આયોજન શ્રી શક્તિ માતાજીના મંદિર શક્ત શનાળા ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સવારે 8 થી 12 કલાક દરમ્યાન યજ્ઞવિધિ, સવારે 9:30 કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવશે. કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર (સાંસદ રાજ્યસભા)ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર ઉત્તર), પ્રતિપાલસિંહ એ. ઝાલા (ડી.વાય.એસ.પી. મોરબી), ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની, મોરબી), દશરથસિંહ યુ. ઝાલા (મોરબી જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ), રઘુવીરસિંહ ઝાલા (કથાકાર) ખેવારીયા, હાલ પીપળીયા પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે પ્રસાદની વ્યવસ્થા મેઘપર ઝાલા, નાના રામપર તથા ખેવારીયા ગામના ઝાલા પરિવાર તરફથી કરવામાં આવી છે.