મોરબી : મોરબી હાલાર મચ્છુ કાંઠા ભાવસાર જ્ઞાતિ દ્વારા હિંગળાજ જયંતિ નિમિત્તે હિંગળાજ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ હાજરી આપી હતી.મોરબીના નવલખી બાયપાસ રોડ ખાતે આવેલા રોકડિયા હનુમાન મંદિરે ગત તારીખ 7ના રોજ હિંગળાજ જયંતિ નિમિત્તે હિંગળાજ માતાજીનો હવન યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.