મોરબી : આગામી તારીખ 4-8-2024 ને રવિવારથી દશામાના વ્રત ચાલુ થાય છે. તેમજ તારીખ 13-8-2024 મંગળવારના રોજ આ વ્રત પુરા થાય છે ત્યારે આ દરમ્યાન દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ નાની વાવડી, મોરબી દ્વારા તારીખ 13 ઓગસ્ટ ને મંગળવારના રોજ છેલ્લા દિવસે સવારે હવન, બપોરે મહાપ્રસાદ તથા રાત્રીના જાગરણ નિમિતે રાસ ગરબાનું એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ દરમ્યાન સર્વ ધર્મ પ્રેમી જનતાને રાત્રે ગરબે રમવા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.