મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંમ્બચ માતાજીના પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 1/4/2020 ને બુધવારે વાણંદ જ્ઞાતિની વાડીએ રાખેલ છે. તેમાં આ વર્ષે કોરોના વાયરસના લીધે સમસ્ત ગુજરાતમાં સરકારે સમૂહમાં ભેગા ન થવા માટેનો આદેશ કર્યો હોવાથી પ્રમુખ શાંતિલાલ વી. અઘારા, ઉપપ્રમુખ અશોકભાઈ એલ. કૂંડાલીયા, મંત્રી દિલીપભાઈ સી. ભટ્ટી તથા કારોબારી સભ્યોએ એનો નિર્ણય લઇ આ વર્ષે માત્ર હવનનું આયોજન કરેલ છે. સમાજના લોકોએ હવન અને દર્શનનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે જનરલ મીટીંગ આગામી તારીખ 21/03/2020 શનિવારએ 4:00 થી 6:00 કલાકે રાખેલ છે. જેમાં હવન, ધ્વજા તથા આરતી વગેરેની ઉછામણી કરવામાં આવશે.