જુગાર ક્લબો ધમધમી છતાં સ્થાનિક પોલીસ અંધારામાં ફડસરમાં સવાલાખથી વધુ રોકડ કબ્જે મોરબી : મોરબીમાં ગામે-ગામ જુગાર ક્લબો ધમધમતી થઈ હોવાની પ્રતીતિ એલસીબી ટીમના દરોડાએ કરાવી છે. ગતરાત્રીના બે દરોડા બાદ હેટ્રિક રૂપે ત્રીજા દરોડામાં એલસીબી ટીમે પાંચ જુગારીઓને ફડસર ગામની સીમમાં જુગાર રમતા ઝડપી લઈ સવા લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. જાણવા મળતી વિગતો મુજબ ફડસર ગામની સીમમાં વાડી ધરાવતા પ્રભુભાઈ સાણજાના શેઢે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા જુગાર રમતા પાંચ જુગારીઓ આબાદ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન નરેન્દ્રભાઇ કરશનભાઇ કુલતરીયા, ઉ.વ. ૪૮, રહે. પંચાસર રોડ, ૩૦૩-બી ,ઉમા રેસીડન્સી, મોરબી (૨) સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર, ઉ.વ. ૪૦, રહે. કન્યા છાત્રાલય રોડ, વિજયનગર, હનુમાનજીના મંદિર પાસે, મોરબી, મુળ વાધપર, તા.જી. મોરબી (૩) છગનભાઇ પટેલ, તા.જી. મોરબી (૪) ઠાકરશીભાઇ છગનભાઇ વિરમગામા, રહે. યદુનંદન, કેનાલ રોડ, તા. મોરબી, મુળ સરવડ, તા, માળીયા મિ. (૫) જીતેન્દ્ર રામજીભાઇ પ્રજાપતિ, ઉં.વ. ૩૬, રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ ભાડેથી, મુળ રહે. ૫૪, વિવેકાનંદ નગર સેકટર ૪-કે, દસક્રોઇ, તા દસક્રોઇ, જી. અમદાવાદ વાળાને રોકડ રૂપીયા ૧,૨૬,૭૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલર ૧૨ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો. દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દિલીપભાઇ ચૌધરી, PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા સતીષભાઇ કાંજીયા સહિતના સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..