મોરબી : મોરબીના ધન્વંતરિ ભવન, કાયાજી પ્લોટ 3, મોરબી ખાતે તા. 21 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન દિવંગત સર્વે ઇન્દુલાલ એચ.મહેતા પરિવાર દ્વારા પિતા ઈન્દુભાઈ, માતુ જયેન્દ્રબાળાબેન, ફૈબા વિદ્યાબેનની પુનિત યાદમાં ડો. હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન)ના એક દિવસીય 200 મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં વિવિધ પ્રકારના નિદાન અને સારવારનું આયોજન છે. જેમાં કાંસ્ય થેરાપી સારવારથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે. વિવિધ રોગ જેમ કે, વાઢિયા, એસિડિટી, સાંધાના, પગના દુ:ખાવા, સ્ટ્રેસ, એન્ઝાઈટી, ડિપ્રેશન જેવી બીમારીમાં રાહત થાય છે. ઝેરી તત્વો નીકળીને કાળાશ રૂપે બહાર આવે છે.રાજકોટની વિખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઇસીજી, બ્લડસુગર,બીપી ચેક કરી, તેમજ ઉંચાઈ અને વજન કરી આપશે. દર્દી આવે ત્યારે જૂની ફાઇલ લાવવી જરૂરી છે. સુવિખ્યાત શશિકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ દ્વારા આયુર્વેદિક પ્રાચીન જાલંધર પધ્ધતિ કે જેમાં ઇન્જેક્શન કે દવા વગર માત્ર એક પ્રકારના આસનમાં બેસાડી માથાની નસ દબાવીને દુઃખતા, સડેલાં, તૂટેલા , હલતાં દાંત કાઢી આપવામાં આવશે. આ સાથે દાંત - પેઢાની પણ સારવાર કરશે. ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખની પ્રાથમિક નિદાનને સારવાર આપવામાં આવશે. આ વહેલા તે પહેલા ના ધોરણે તપાસ કરવામાં આવશે.