હજુ એક શંકાસ્પદ યુવકના રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા 52 વર્ષના આધેડનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા અનેક તકેદારીના પગલાં લેવાયા છે. જેમાં મોરબીના કોરોનાગ્રસ્ત આધેડની પત્નીનો પણ કોરોના રિપોર્ટ માટે સેમ્પલ મોકલાયા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબીના કોરોનાગ્રસ્ત પટેલ આધેડની હાલ રાજકોટ સારવાર ચાલી રહી છે. ગઈકાલે તેમના પત્નીને મોરબી લાવી તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ કોરોના રિપોર્ટ માટે જામનગર મોકલાયા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી મોરબીના તંત્રને થોડી રાહત થઈ છે. જોકે તકેદારીના ભાગ રૂપે ઉમા ટાઉનશીપમાં રહેતા આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તંત્રએ ઉમા ટાઉનશીપમાં આવેલા બે એપાર્ટમેન્ટ લોક કરી 117 લોકોને હોમ કવરોન્ટાઇન કરી તેમના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યારે મોરબીના પાનેલી ગામના શંકાસ્પદ યુવકનો રિપોર્ટ કાલે આવે તેવી શકયતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/