BNI આયોજીત ઇવેન્ટ બપોરે 2થી 5 દરમિયાન કે.કે.પાર્ટી લોન્સ એન્ડ બેન્કવેટ હોલ ખાતે યોજાશેમોરબી : મોરબીમાં BNI દ્વારા Morbizzz - 2025 ઇવેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે હર્ષવર્ધન જૈનનું પાવરપેક મોટિવેશન સેશન યોજાશે.BNI દ્વારા નેશનલ કક્ષાની Morbizzz - 2025 ઇવેન્ટનો મોરબીમાં ગઈકાલે પ્રારંભ થયો હતો. આજે આ ઇવેન્ટનો છેલ્લો દિવસ છે. કંડલા બાયપાસ પાસે ધરમપુર નજીક આવેલ કે.કે.પાર્ટી લોન્સ અને બેંકવેટ હોલમાં આયોજિત આ ઇવેન્ટમાં BNIના અંદાજે 300થી વધુ સભ્યો સામેલ થયા છે. ખાસ વાત કે મોરબીમાં પહેલી વાર મોટીવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન આવી રહ્યા છે. તેઓ દેશના લોકપ્રિય બિઝનેસ મોટિવેશનલ સ્પીકર છે. તેઓ આ ઇવેન્ટમાં આજે બપોરે 2 વાગ્યે બિઝનેશ ગ્રોથ મુદ્દે સ્પીચ આપશે. તેમ યાદીમાં જણાવાયું છે.