કે.રાજેશના પ્રકરણમાં કાંતિલાલના ભત્રીજાના સાંઠગાંઠ હોવાના આક્ષેપોનો પૂર્વ ધારાસભ્યએ મીડિયા સમક્ષ ખુલાસા કર્યા મોરબી : સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે.રાજેશના પ્રકરણમાં કાંતિલાલ અમૃતિયાના ભત્રીજા હર્ષ પટેલ પણ સંડોવાયેલા હોય તેવી વાતોનું પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ખંડન કરતા કહ્યું છે કે હર્ષ માત્ર અમૃતિયા હોવાને નાતે ભત્રીજો છે, તેને ખોટું કર્યું હોય તો કાર્યવાહી થવી જ જોઈએ. કે.રાજેશ જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા. ત્યારે તેઓની ખુરશી ઉપર બેસીને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ભત્રીજો વહીવટ કરતો હોવાની વાતો હાલ પ્રસરી રહી છે. આ અંગે કાંતિલાલ અમૃતિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જેતપરમાં અમૃતિયા પરિવાર 2000ની વસ્તી છે. આમ હર્ષ અમૃતિયા 7 પેઢી સુધી નજીકનો ભત્રીજો નથી. અમૃતિયા હોવાના નાતે તે ભત્રીજો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે હર્ષ અમૃતિયાએ ખોટું કર્યું હોય, તો તેની સામે જરૂરથી પગલાં ભરો. જો ખોટું કર્યું હોય તો અમે સપોર્ટ આપીએ નહિ. આ તદન ખોટી વાત છે. અમારા છોકરાવ કોઈ ખોટું કામ કરે નહી.