મોરબી : જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર મોરબીના અધ્યક્ષ સ્થાને માળીયા મીયાણા તાલુકાના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં અગરીયા લોકોનો મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા મતદાન શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-મોરબી, કે.વી.સાનીયા, મામલતદાર-માળીયા મિંયાણા તથા અન્ય અધિકારીઓ અને અગરીયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારીયા તથા સોલ્ટ એશોસીએશનના દેવાભાઈ આહીર ઉપસ્થિત રહેલ. તથા મોટી સંખ્યામાં અગરીયાઓ ઉપસ્થિત રહેલ હતા.