ટંકારા (મોરબી અપડેટ) : ટંકારા તાલુકાના પાટીદાર અગ્રણી હરેશ શિવલાલભાઈ ઘોડાસરાની રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રના અગ્રણી મોહનભાઈ અને મગનભાઈએ ટંકારા તાલુકાને આ મોટું પદ આપીને વધુ એક મહત્ત્વનું સ્થાન પ્રદાન કર્યું છે.જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં બિનહરીફ નિમણૂક કરાઈહરેશભાઈ ઘોડાસરા આંબાભગતની જગ્યા (જુનાગઢ-દ્વારકા)ના પ્રમુખ છે તેમજ ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શિવાબાપાના પુત્ર છે. આધ્યાત્મિકતા સાથે સહકારી અને રાજકીય ક્ષેત્રે સતત સેવાકાર્યમાં જોડાયેલા ભાજપ અગ્રણી હરેશભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમણૂકથી ટંકારા તાલુકાના સહકારી ક્ષેત્રને નવી ઊર્જા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.#MorbiUpdate #TankaraNews #Rajkot #CooperativeSector #HareshGhodasara #Morbi #GujaratNews