ટર્મ પૂર્ણ થતાં રાજીનામુ આપ્યા બાદ સર્વસંમતિથી ફરી બિનહરીફમોરબી : મોરબી સિરામિક એસોસિએશનમા વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાની ટર્મ પૂર્ણ થતાં રાજીનામુ આપ્યું હતું બાદમાં તમામ સભ્યો દ્વારા ફરીથી બિનહરીફ ચૂંટી કાઢવામાં આવતા હરેશભાઇ બોપલીયા પ્રમુખ પદે ફરી રિપીટ થયા છે.મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશનમાં વોલ ટાઇલ્સ વિભાગમાં પ્રમુખ પદનો કાર્યકાળ પુરો થતા હરેશભાઇ બોપલિયાએ રાજીનામુ આપ્યુ હતુ. બાદમાં એસોસીએશનની કમિટીએ પ્રમુદપદની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં વાદ વિવાદ વગર સર્વ સંમતિથી હરેશભાઇ બોપલિયાને બીજી ટર્મ માટે બીનહરીફ જાહેર કરી પ્રમુખ તરીકે વરણી કરી છે.