મોરબી : ISKCON-અમદાવાદ સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર- મોરબી દ્વારા શ્રીમદ્દ ભગવદ્દગીતાને સહેલાઇથી સમજવા માટે ભગવદ્દગીતા બેઝિક કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોર્સ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. તેથી ભગવત ગીતા સમજવા માટે આ કોર્સનો લાભ લેવા માટે મોરબીની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.આ કોર્સનો પ્રથમ ભાગ તારીખ 17 થી 19 જાન્યુઆરી સુધી રાત્રે 8-30 થી 10-30 સુધી સમજાવવામાં આવશે. જ્યારે બીજો ભાગ તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી રાત્રે 8-30 થી 10-30 સુધી મોરબીના શનાળા રોડ પર આવેલ ભવાની સોડા ઉપર SBI બેંક વાળા હોલ ખાતે સમજાવવામાં આવશે. આ કોર્સમાં શ્રીમદ ભગવત ગીતાના સિદ્ઘાંતોને સરળ રીતે સમજાવવામાં આવશે. તો આ કોર્સમાં જોડાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે સાવન પ્રભુ- મો.નં. 9825056624 અથવા અતુલભાઈ- મો.નં. 7016707756 અથવા રવિ પ્રભુ- મો.નં. 9725204590નો સંપર્ક કરી નામ નોંધાવી દેવા જણાવાયું છે.