તા.12 ઓકટેબરે ચોરાયેલ હોન્ડાની ફરિયાદ ગઈકાલે નોંધાતા હવે હોન્ડા ચોર પકડાશે !!! મોરબી : પહેલા ચોર પકડો બાદમાં ફરિયાદ નોંધ્યો તેવા પોલીસના જાદુઈ મંત્ર વચ્ચે મોરબીના યમુનાનગર વિસ્તારમાં નવું નક્કોર હોન્ડા ચોરાયાના બનાવમાં એક માસ પૂર્વેની ઘટનામાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે તે જોતા પોલીસ હવે આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડશે તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબીના યમુનાનગર શેરી નંબર 1 માં રહેતા હાર્દીકભાઇ હરસુખભાઇ ચૌહાણે પોતાના ઘર પાસે પાર્ક કરેલું 65 હજાર રૂપિયાની કિંમતનું કરેલું નવુ નક્કોર હોન્ડા ગત તા.12 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરના સમયગાળામાં ચોરાઈ જતા આ મામલે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે એક મહિના કરતા વધુ સમય પહેલા થયેલ હોન્ડા ચોરીમાં તસ્કર હાથ વેતમાં હોય ફરિયાદ નોંધાઈ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..