મોરબી : પાસના કન્વીનર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આ રવિવારે મોરબીમાં આવી રહ્યા છે.જેમાં તા.8ના રોજ મોરબીના ગાળા ગામે કાચારોલા પરિવાર આયોજિત રાંદલ ઉત્સવમાં હાજરી આપશે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આગામી તા.8ના રોજ રવિવાર મોરબી આવી રહ્યા છે.જેમાં તેઓ મોરબી તાલુકાના ગાળા ગામે કાચરોલા પરિવાર આયોજિત રાંદલ ઉત્સવમાં હાજરી આપશે.આ અંગે દિવ્યેશભાઈ કાચરોલાએ જણાવ્યું હતું કે, તેમના ઘરે આગામી તા.8ના રોજ તેમના ઘરે રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ રાંદલ ઉત્સવમાં હાર્દિક પટેલ હાજરી આપશે.તેમની સાથે મોરબીના કોંગ્રેસના આગેવાનો હાજર રહેશે.જોકે મોરબી પાસ દ્વારા અન્ય સ્થળે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.