ટંકારા પાસ સમિતિ દ્વારા ઉમા ખોડલ રથયાત્રા સાથે કરાશે પદયાત્રા મોરબી : મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આગામી તા. ૧૩ ને ગુરુવારે નસીતપરથી મોરબી મહેન્દ્રનગર સુધી માં ઉમા ખોડલના રથ સાથે પદયાત્રાનું આયોજન કરાયું છે. મોરબી જીલ્લા પાસ સમીતી દ્વરા હાર્દીક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ટંકારા તાલુકાના નસીતપર ગામથી માં ઉમા-ખોડલનો રથ લઇ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમીયા માતાજી મંદીર ( રામઘન આશ્રમ ) સુધી મોરબી જીલ્લા પાસ સમીતી દ્વરા પદયાત્રા નુ આયોજન કરેલ છે. વધુમાં મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા જાહેર જનતા અને પાટીદાર સમાજ તેમજ ખેડુત સમાજને આ પદયાત્રામાં હાજર રહેવા અને જોડાવા તા. ૧૩ ના રોજ સવારે ૮ વાગ્યે નસીતપર ગામે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.