ટંકારા : હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીમાં 3 દાયકા પછી સતા પરીવર્તન આવ્યું છે. સતામા રહેલી સહયોગ પેનલ ટેકટર નિશાન સાથે મેદાનમાં હતી. જેને કળશના નિશાન વાળી યુવા પેનલે પછડાટ આપી ઐતિહાસિક જીત મેળવી છે.ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે 15 ઓગસ્ટે જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજવા અગાઉ થયેલ જાહેરનામા મુજબ 20 સદસ્યો માટે બે પેનલ મેદાનમાં ઉતરી હતી. જે પૈકી વર્તમાન સતામા રહેલી 3 દાયકા જૂની સહયોગ પેનલ ટેકટર નિશાન સાથે તો સામે બંડ પોકારી સતાની નારાજગી દર્શાવી પરીવર્તન માટે યુવા પેનલ કળશ નિશાન સાથે મેદાનમાં ઉતરી હતી. આ સહકારી મંડળીની ચુંટણી ભારે રસાકસી ભરી બની હતી. ખેંચતાણના અંતે સહકાર પેનલના 20 સભ્યો જ્યારે યુવા પેનલ માથી 19 સભ્યો માટે હરબટીયાળી, મિતાણા (પ્રભુનગર), ધોલિયા, હરીપર (ભુતકોટડા) ગામના 1600 જેટલા સભાસદો પૈકી 1470 જેટલા ખાતેદારોએ મતદાન કર્યું હતું. ઉચા મતદાન બાદ આજે 16 ઓગસ્ટને શુક્રવારના સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરબટીયાળી ખાતે ચુંટણી અધિકારી સહિતનઓની ઉપસ્થિતિમાં મતગણના પુર્ણ થતા 5 :45 વાગ્યાના સુમારે જુની પેનલને પછડાટ આપી નવી યુવા પેનલ અગ્રેસર રહી તમામ 19 સભ્યોએ ઐતિહાસિક જીત મેળવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી મંડળીની ચુંટણી પણ હવે મોટી ચુંટણી માફક રંગેચંગે થતી હોય હરબટીયાળી મંડળી ચુંટણીમા યુવાનોએ આગળ આવી વડીલોને મ્હાત આપી હોય એવો ઘાટ સર્જાયો હતો જોકે કળશનો એક સભ્ય ઉભો રહ્યો ન હતો. ત્યા ટ્રેકટરે ખેડ કરી સંપુર્ણ સફાયામાથી બચાવ્યા હતા.