ટંકારા : GCERT - ગાંધીનગર તથા NCERT - ન્યુ દિલ્લી આયોજિત તા.2-2-2025થી તા.5-2-2025નાં રોજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ - વલસાડ ખાતે રાજય કક્ષાએ પ્રાથમિક/માધ્યમિક અને ઉત્તર માધ્યમિક તમામ ઝોનમાંથી પસંદ થયેલ કૃતિઓનો બાલ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ગઇ હતી. જેમાં શ્રી હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી શાળાની પ્રથમ વિભાગમાં ઝોન કક્ષાએ પસંદગી થયેલી થયેલ કૃતિ જે રાજય કક્ષાએ પહોંચી છે. આ તકે શાળાના આચાર્ય રોહિતભાઈ મુછારા પ્રેરિત (સ્માર્ટ ડસ્ટબિન) તથા કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લીધો હતો. ધો. 10 ના સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન બંને બાળ વૈજ્ઞાનિકો તેમજ કૃતિના માર્ગદર્શક એવા શાળાના જ્ઞાન સહાયક બહેન સંધ્યાબેન વરમોરાએ શાળાને, ગામને, ટંકારા તાલુકાને, અને મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઝોન કક્ષાનાં તમામ જિલ્લામાંથી પ્રાથમિક/માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાંથી ટંકારા તાલુકામાંથી એકમાત્ર શાળા શ્રી હાઇસ્કુલ હરબટીયાળીની પસંદગી પામી તથા રાજ્યકક્ષાએ પહોંચવાં બદલ તમામનો શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા સમગ્ર ટીમનો આભાર વ્યકત કર્યો છે.