તમારા લીધે દુકાનવાળા દુધની દુકાન બંધ કરી જતા રહે છે તેમ યુવાને કહેતા મામલો બીચક્યો મોરબી : મોરબીના વિસીપરામાં તમારા લીધે દુકાનવાળા દુધની દુકાન બંધ કરી જતો રહ્યા તેમ યુવાને કહેતા મામલો બીચકયો હતો અને લુખ્ખાગિરી કરતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રહીમભાઇ દોસુભાઇ મન્સુરી (ઉં.વ.33 ધંધો.મજુરી રહે. ફૂલછાબબનગર બરફના કારખાના પાસે ઇનુસભાઇ મોટલાણીના મકાનમાં ભાડેથી વીસીપરા મોરબી) એ આરોપીઓ ઇમરાનભાઇ ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી, રસુલભાઇ અલાઉદીનભાઇ, અનીલભાઇ ખવાસ (રહે બધા. કુલીનગર-1, વીસીપરા, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.2 ના રોજ વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસ્સામાં મોરબીના વીસીપરા બીલાલી મસ્જીદ પાસે ફરીયાદી દુધ લેવા ગયેલ તે વખતે દુકાનવાળો દુકાન બંધ કરી જતો રહેતા તે અંગે ફરીયાદીએ આરોપીઓને કહેલ કે તમારા લીધે દુકાનવાળા દુધની દુકાન બંધ કરી જતો રહેલ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને ગાળો આપી ઢીકા-પાટુનો મુંઢમાર મારી તેમજ ફરીયાદીને કમરની જમણી બાજુ છરી વડે છરકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.