વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ મામલતદાર કચેરીમાં છેલ્લા 2-3 દિવસથી ઈન્ટરનેટ ખોરવાઈ ગયું છે. સોમવારથી જીસ્વાન સેવા બંધ હોવાથી ઓનલાઇન કામગીરી થતી નથી. નેટવર્કમાં ખામી સર્જાતા લોકોના કામ થતા નથી અને લોકોને ખોટા ધક્કા થાય છે. લોકોના સમય અને પૈસાનો વ્યય થાય છે. તેમજ વરસાદી માહોલ હોવાથી લોકોની પરેશાનીમાં વધારો થાય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ વહેલામા વહેલી તકે કરવામાં આવે તેવી લોકોએ સંબંધિત તંત્રને માંગણી કરી છે.