ગાળા-ગાળી કરી ઝઘડતા હોય ઉપરાંત આડા ઉભા હોય ટ્રાફિક થતું હોવાની રાવ, ત્વરિત કાર્યવાહિની માંગમોરબી : મોરબીના નહેરૂગેટ પાસે નાસ્તા ગલીમાં આવેલ દુકાનદારોએ લારી-ગલ્લા અને રીક્ષાવાળાના ત્રાસ મામલે કલેકટર અને એસપીને રજુઆત કરી આ પ્રશ્નનો કાયમી માટે નિવેડો લાવવાની માંગ ઉઠાવી છે.અહીં સ્થિત મોબાઈલ અને રેડીમેઇડની દુકાન ધરાવતા વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું છે કે તેઓની દુકાન આડે રિક્ષાવાળાઓ રીક્ષા પાર્ક કરે છે. તેઓ ગાળા ગાળી કરતા હોય, ઝઘડતા હોય મહિલા ગ્રાહકો દુકાનમાં આવતી નથી. ઉપરાંત તેઓ અને લારી ગલ્લાવાળાઓ દુકાન આડે રીક્ષા અને લારી રાખતા હોવાથી ટ્રાફિક સર્જાય છે. ગ્રાહકોના વાહન રહી શકતા નથી. જેથી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.