પતિ, સસરા અને કૌટુંબિક ભાભી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ મોરબી : મોરબીના મકનસર પ્રેમજીનગરમાં રહેતી પરિણીતાને તું ગમતી નથી...તું અહીંથી જતી રહે, તારી કાઈ જરૂર નથી કહી ત્રાસ આપનાર પતિ, સસરા અને કૌટુંબિક ભાભી વિરુદ્ધ હાલ માવતરના ઘેર રહેતી પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર પ્રેમજીનગરમાં સાસરું ધરાવતા અને હાલ વાંકાનેરના ભલગામ ગામે રહેતા કોકિલાબેન જયેશભાઇ શેખવા નામના પરિણીતાને પતિ, સસરા અને કૌટુંબિક ભાભી દ્વારા ત્રાસ આપવામાં આવતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં કોકિલાબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ જયેશભાઇ તું ગમતી નથી, તારી કાઈ જરૂર નથી, તું જતી રહે કહી મેણા ટોણા મારવાની સાથે તેમના કૌટુંબિક ભાભી સાથે આડા સંબંધ હોય સસરા અને કૌટુંબિક ભાભી પણ ત્રાસ આપતા હોય ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે. વધુમાં કોકિલાબેનની ફરિયાદને આધારે મહિલા પોલીસ મથકમાં પતિ જયેશભાઇ વેલજીભાઈ શેખવા, સસરા વેલજીભાઈ નથુભાઈ શેખવા અને કૌટુંબિક ભાભી રેખાબેન સંજયભાઈ શેખવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.