યુવાનનું અદકેરૂ સ્વાગત કરી ફુલડે વધાવી ગામના ગૌરવને દિપાવ્યું હળવદ : હળવદ તાલુકાના નાના એવા ગોલાસણ ગામમાં રહેતા ઠાકોર પરિવારનો યુવાન ખેતી વાડી વિભાગમાં મદદનીશ બાગાયત નિયામક તરીકે પસંદગી થતાં ગ્રામજનો દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ધારાસભ્ય,જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા ખેડૂત અણદાભાઈ સુરેલા(ઠાકોર)નો પુત્ર ડૉ.વિપુલભાઈ સુરેલા તાજેતરમાં જ ખેતી વાડી વિભાગમાં મદદનીશ બાગાયત નિયામક તરીકે પસંદગી થતાં ગ્રામજનો દ્વારા ગામના ગૌરવને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠલાપરા,તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ કોપેણીયા, ભરતભાઈ ગણેશજીયા,ગામના સરપંચ હરજીભાઈ સુરેલા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..