ઘર ઘર ફરી કોગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનુ વિતરણ કર્યું મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલના માગૅદશૅન હેઠળ વિધાનસભાની ચૂંટણીને લઈને મોરબીના વોર્ડ નબર 1 માં આવેલ વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ મારું ગોરવ સાથે મોરબી કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન હાથ ધરાયુ હતું. મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1માં વાવડી રોડ ઉપર જન સંપર્ક અભિયાન સાથે મારૂ બુથ મારુ ગૌરવના અનુસંધાને મોરબી જિલ્લાના આગેવાનો, કાર્યકરો મોરબી તાલુકા કોગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રમેશ રબારી , મુસ્તાક સુમરા, અશ્વિનભાઈ વિડજા , રજની સિરવી, કે.ડી.બાવરવા, રાજુભાઈ જારિયા, મુકેશભાઈ ગામી, રમેશભાઈ જારિયા, જાન મોહમ્મદ, પ્રભુભાઈ બાવરવા, દીપકભાઈ પરમાર સાથે મળી આજ વોર્ડ નંબર 1 વાવડી રોડમાં ઘર ઘર ફરી કોગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનુ વિતરણ કર્યું હતું અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ કોગ્રેસ પક્ષને મળી રહ્યાનો દાવો કરાયો છે.