મોરબી : મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના નિવૃત કર્મચારીઓ દ્વારા 'હેપી રીટાયર્ડ ગ્રુપ મોરબી' બનાવવામાં આવ્યુ છે. આ ગ્રુપ દ્વારા સમાજ સેવાના વિવિધ કર્યો કરવામા આવશે. જેના ભાગ રૂપે આજે ગ્રુપના સભ્યો દ્વારા 'મિશનરીઝ ઓફ ચેરેટી મધર ટેરેસા આશ્રમ' ખાતે મિલ્ક પાવડર, બોર્નવિટા, ખીચડી, ચોખા, ખાંડ, તુવેરદાળ જેવી રાશનની વસ્તુઓ આપવામા આવી હતી. સરકારી કર્મચારીઓએ નિવૃત્તિ બાદ પણ સેવા પ્રવૃત્તિ ચાલુ રાખી અન્યો માટે પ્રેરણાત્મક દાખલો બેસાડ્યો છે. આ ગ્રુપ આવનારા સમયમાં પણ આ પ્રકારની માનવ સેવા માટે કટિબદ્ધ છે.