મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાથી મોરબીનું હેપ્પી ફેમેલી ફાઉન્ડેશન ગ્રુપ જરૂરિયાતમંદ લોકો સાથે દિવાળી મનાવવા જઈ રહ્યું છે. હેપ્પી ફેમેલી ફાઉન્ડેશન ગ્રુપ હર ઘર અબ દિવાલીના સૂત્ર સાથે મોરબી શહેરમાં આર્થિક પરિસ્થિતિના કારણે દિવાળી ન ઉજવી શકતાં હોય તેવા જરૂરિયાતમંદ લોકોને જુના કપડાં અને મિઠાઈ આપીને તેઓની દિવાળી રંગબેરંગી બનાવશે. આ માટે જે કોઈ લોકો આ સેવાકાર્યમાં કપડાં અને મિઠાઈનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેઓએ હેપ્પી ફેમેલી ફાઉન્ડેશન ગ્રુપનો મો.નં. 9157145049 પર સંપર્ક કરવો. તારીખ 21 અને 22 ઓક્ટોબરના રોજ ઘરે આવીને વસ્તુ લઈ જવામાં આવશે..