મોરબી : પેરિંગ રેક મોડી આવવાને કારણે, 7 જાન્યુઆરી, 2025 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપાથી 07.01.2025 ના રોજ સવારે 08.45 કલાક ના નિર્ધારિત સમયને બદલે 2 કલાક અને 30 મિનિટના મોડી એટલે કે સવારે 11.15 કલાકે ઉપડશે. રેલ્વે તંત્રએ મુસાફરોને જણાવ્યું છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.