મોરબી અપડેટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર સંચાલિત હાપા અને નાહરલાગુન વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનને 23 સપ્ટેમ્બર, 2026થી નિયમિત ટ્રેન તરીકે કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ આ ટ્રેનની માહિતી આપી છે.ટ્રેન નંબર 19525/19526 હાપા-નાહરલાગુન એક્સપ્રેસટ્રેન નંબર 19525 હાપા-નાહરલાગુન એક્સપ્રેસ દર બુધવારે હાપાથી 00.40 વાગ્યે ઉપડશે અને શુક્રવારે 16.00 વાગ્યે નાહરલાગુન પહોંચશે. આ ટ્રેન 23 સપ્ટેમ્બર, 2026થી કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં આવશે. આવી જ રીતે, ટ્રેન નંબર 19526 નાહરલાગુન-હાપા એક્સપ્રેસ દર શનિવારે નાહરલાગુનથી 09.40 વાગ્યે ઉપડશે અને મંગળવારે 00.15 વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેન 26 સપ્ટેમ્બર, 2026થી કાયમી ધોરણે નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં આવશે.આ ટ્રેન બંને દિશાઓમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રુઠિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ભિંડ, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાય, ખગડિયા, નૌગછિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચબિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાવ, બારપેટા રોડ, રંગિયા, ઉદાલગુડી, ન્યૂ મિસામારી, રંગાપારા નોર્થ અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણી (જનરલ) ના કોચ હશે.