મોરબી : ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે, 14 મે, 2024 ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ અને 15 મે, 2024ના રોજ, જામનગર થી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા કેંટ-ચંડીગઢ-ન્યુ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઈને દોડશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.