મોરબી : ઉત્તર રેલ્વેમાં આવેલ જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:1) ૦૪.૦૩.૨૦૨૫ ના રોજ હાપાથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.2) ૦૫.૦૩.૨૦૨૫ ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.3) ૦૩.૦૩.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ.