સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહમિલન પણ યોજાશે મોરબી : મોરબીના વાઘપરમાં સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમંત યજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે.તેમજ સમૂહપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. રોકડીયા હનુમાનજી મંદિર - વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.16ને શનિવારના રોજ હનુમાન જયંતી નિમિત્તે હનુમંત યજ્ઞ તેમજ સમૂહપ્રસાદ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ યજ્ઞ તેમજ સમૂહપ્રસાદમાં સહભાગી થવા આમત્રંણ આપવામાં આવ્યું છે.