મોરબી : રોકડીયા હનુમાનજી મંદિર - વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી 12 એપ્રિલ ને શનિવારના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરાયું છે. આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ સહપરિવાર મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદમાં સહભાગી થવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) વતી ખાસ હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.