મોરબી : મોરબીના સ્વયંભુ નારીચણા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તારીખ 12 એપ્રિલના રોજ ચૈત્ર સુદ પૂનમ ને હનુમાન જયંતી નિમિત્તે મોરબીના સરદાર રોડ પર સુધારા શેરીમાં આવેલા નારીચણા હનુમાનજી મંદિરે સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 4-30 કલાકે બીડું હોમવામાં આવશે. તો આ ઉજવણીમાં ધર્મ પ્રેમી જનતાને પધારવા મહંત વિનયચંદ્ર એ. જોષીની યાદીમાં જણાવાયું છે.