મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આજે પરમ રામભક્ત અને પવનપુત્ર ભગવાન બજરંગ બલીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આજે હનુમાન જયંતીના પાવન અવસરે ચપલ વિતરણ, હનુમાનજીની પૂજા અર્ચના, હનુમાન ચાલીસાનું પઠન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મહંત ભાવેશ્વરી બહેન અને શ્રદ્ધાળુઓએ ભગવાન બજરંગ બલી સમક્ષ સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરી હતી.