મોરબી : મોરબીના રવાપર સ્થિત કેનાલની બાજુમાં રામકો બંગ્લોઝની સામે આવેલી બજરંગ સોસાયટીમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જયંતી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. તારીખ 12 એપ્રિલ ને શનિવારે ચૈત્ર સુદ પૂનમ ને હનુમાન જયંતીના પાવન અવસરે હનુમાન જયંતી ઉત્સવ ઉજવાશે.જેમાં તારીખ 11 એપ્રિલ ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક ધીરજ ઓડેદરા, હિતેશગીરી ગોસ્વામી, ઉસ્તાદ હરીરામ સાજીંદા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે. જ્યારે 12 એપ્રિલ ને શનિવારના રોજ સવારે 6 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું છે. ત્યારબાદ સાંજે 5-30 કલાકે બટુક ભોજન, સાંજે 6-30 કલાકે ધ્વજારોહણ, સાંજે 7 કલાકે મહા આરતી અને 7-30 કલાકે મહાપ્રસાદનું આયોજન બજરંગ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.