કષ્ટભંજન હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજનમોરબી : મોરબીના રવાપર ગામે રામકો બંગ્લોઝની સામે, કેનાલની બાજુમાં, બજરંગ સોસાયટી ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે આગામી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ યુવક મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવમાં સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ સહિતના આયોજનોથી ભક્તિમય માહોલ જોવા મળશે.ગૌશાળાના લાભાર્થે સુંદરકાંડ પાઠનું આયોજનહનુમાન જન્મોત્સવ પૂર્વે તારીખ 01/04/2026, બુધવારના રોજ રાત્રે 9:00 કલાકે સુંદરકાંડ મંડળ - ખાનપર દ્વારા ગૌશાળાના લાભાર્થે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.હનુમાન જયંતિ (ચૈત્ર સુદ-15) ના કાર્યક્રમોતારીખ 02/04/2026, ગુરુવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે 6:00 કલાકે: 108 હનુમાન ચાલીસાના પાઠ, સાંજે 5:30 કલાકે: બટુક ભોજન, સાંજે 6:30 કલાકે: ધ્વજા રોહણ, સાંજે 7:00 કલાકે: મહા આરતી, સાંજે 7:30 કલાકે: મહા પ્રસાદ યોજાશે. બજરંગ યુવક મંડળ દ્વારા આ ધાર્મિક પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #HanumanJanmotsav #Ravapar #ReligiousEvent #HanumanJayanti2026 #Sunderkand #BajarangYuvakMandal