હનુમાનજી મંદિરે પૂજા-અર્ચના, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા: ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યામોરબી: મોરબીના ટીંબડી ગામે આવેલ હરિ સોસાયટીના હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર પ્રસંગે હરિ સોસાયટીના રહિશો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના, યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉજવણી દરમિયાન મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને 'જય હનુમાન' ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.#Morbi #Timbdi #HanumanJanmotsav #ReligiousEvent #MorbiUpdate