કથા અંતર્ગત આવતીકાલે સ્વયંસેવકો અને યજમાનોની મીટીંગ મોરબી:મોરબી સત્સંગ સમાજ દ્વારા આગામી તારીખ 3 થી 9 જાન્યુઆરી 2022 દરમ્યાન રાત્રે 8:30 થી 11:30 કલાક દરમિયાન શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરાયું છે.આ કથામાં વક્તા તરીકે પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજીસ્વામી (અથાણાવાળા) કથાનું રસપાન કરાવશે.કથા રામેશ્વર ફાર્મ, રવાપર-ધુનડા રોડ,મોરબી ખાતે યોજાશે.વધુ માહિતી માટે આનંદનો અઘારા (મો.નં.9979323690) પર સંપર્ક કરવો. કથાનુ યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણ થશે.કથા અંતર્ગત આવતીકાલ તા.22/12/2021ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે સ્વયંસેવકો અને યજમાનોની મિટિંગ રાખેલી છે. મીટીંગ કથા સ્થળે જ રાખવામાં આવી છે. તેમજ મીટીંગના અંતે ભજીયાનો પ્રોગ્રામ પણ રાખેલો છે.આ કથામાં જે ભક્તો સેવામાં જોડાવા માંગતા હોય તેઓએ ગ્રુપમાં જય સ્વામિનારાયણ લખી મેસેજ કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..