મોરબી : અયોધ્યામાં 22 જાન્યુઆરીના શ્રીરામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બાપા સીતારામ ચોક ખાતે તા. 21 જાન્યુઆરીને રવિવારના રાત્રે 8:45 કલાકે હનુમાન ચાલીસા સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં હનુમાન ચાલીસા સમૂહ ગાન થાય અને તેનો અવાજ અયોધ્યા સુધી પહોંચે તે હેતુથી સમગ્ર મોરબીવાસીઓને આ કાર્યક્રમમાં જોડાવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.