મોરબી જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા કલેકટરને આવેદન આપી નરાધમોને કડક સજા આપવાની માંગ કરાઈ મોરબી : દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મીકિ સમાજની ૯ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાળકીને જીવતી સળગાવી નાખી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ જઘન્ય અપરાધના બનાવના વિરોધમાં મોરબી અનુસૂચિત જાતિ વાલ્મિકી સમાજ દ્વારા જિલ્લા સેવસદનના અધિક કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમા વખોડી કઢી આવા નરાધમોને ફાંસીના માંચડે લટકાવવા માંગ ઉઠાવી હતી. મોરબી જિલ્લા સમસ્ત વાલ્મિકી અનુસૂચિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વાલ્મિકી સમાજની એક નવ વર્ષની માસૂમ બાળકી ઉપર નરાધમોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. નરાધમોએ આ માસૂમ બાળકી ઉપર હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું હતું અને બાળકીને જીવતી સળગાવી દીધી હતી. આ માનવતાને શર્મસાર કરતી બર્બરતાપૂર્ણ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી નરાધમોને ફાંસીને માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ કરી હતી. તેમજ ત્યાંની સરકાર આ ગંભીર મામલે તાત્કાલીક કાર્યવાહી કરે અને જો યોગ્ય કાર્યવાહી ન થાય તો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..