મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદન અપાયું મોરબી : કોડીનાર પંથકમા માત્ર 8 વર્ષની ફૂલ જેવી નિર્દોશ બાળકી ઉપર એક નારાધમે હેવાનીયતભર્યું દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખતા આ સમગ્ર સમાજને શર્મસાર કરતી ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાને લઈને મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળે કલેકટરને આવેદન આપી માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીના માંચડે લટકાવાની માંગ કરી છે. દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકના જંત્રાખડી ગામે માનવતાને શર્મસાર કરે તેવી ઘટનામાં 8 વર્ષની દિકરી ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરીને લાશને કોથળામા પેક કરીને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં આરોપી તેજ ગામનો રહેવાસી 50 વર્ષનો શામજી ભીંના સોલંકી હોવાનું ખુલ્યું છે. હાલ આ આરોપને પોલીસે ઝડપી લીધો છે. અને આગળની કાર્યવાહી ચાલુ છે. આવી ઘટના અવાર-નવાર દરેક સમાજમાં થતી રહે છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકારએ આવા આરોપી પર કડક પગલા લેવા જોઇએ. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવા સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાસીની સજા મળી તે રીતે આ આરોપી શામજીને પણ ફાસી સજા થાય તેવી માંગ કરી છે.