ટ્રકમા જવાનું કહીને ઘેરથી નીકળેલા યુવાનની હત્યા બાદ આરોપીએ લાશ કેનાલના વોકળામાં ફેંકી મોબાઈલ પણ ગુમ કરી દીધોહળવદ : હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકના જવાનું કહીને નીકળ્યા બાદ પાંચ દિવસ બાદ હળવદના કોયબા ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી તપાસમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં નોનવેજની પાર્ટી બાદ ડખો થતા કોયબા ગામના શખ્સે જ યુવાનને વેતરી નાખ્યાંનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસી પાછળ રહેતો અજિત ઉર્ફે અજિયો દેવસીભાઈ સિરોયા નામનો યુવાન તા.15ના રોજ ઘેરથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગયા બાદ ગઈકાલે હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર કોયબા ગામ તરફ જતા રોડ ઉપર કેનાલના વોકળામાંથી અજિત ઉર્ફે અજિયાની લાશ મળી આવતા પોલીસને હત્યાની શંકા જતા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.વધુમાં આ ગંભીર બનાવ મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરતા હત્યાના આ બનાવ પૂર્વે ઘટનાના સાહેદ સંજય ચંદુભાઈ કોળીના કાકાની વાડીએ મૃતક અજિત સહિતના લોકોએ મચ્છી ખાવાની પાર્ટી કરી હતી જેમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડ અને મૃતક અજિત ઉર્ફે અજિયાને બોલાચાલી થઈ હોવાનું અને અજિત કેનાલ કાંઠે સૂતો હતો ત્યારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશને કેનાલના વોકળામાં ફેંકી મોબાઈલ ફોન પણ ગુમ કરી દીધો હોવાનું બહાર આવ્યું છે.હત્યાના ભેદભરમ ભર્યા આ બનાવના હાલમાં હળવદ પોલીસે મૃતક અજિતના ભાઈ અશોકભાઈ દેવસીભાઈ સિરોયાની ફરિયાદને આધારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડ રહે.કોયબા વાડી વિસ્તાર વાળા વિરુદ્ધ હત્યા કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.