ટ્રાન્સપોર્ટના માલીકે યુપીના શખ્સ સામે નવેક લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હળવદ : હળવદથી દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે યુપીના શખ્સે બરોબાર વેચી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલીકે યુપીના શખ્સ સામે નવેક લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આથી, હળવદ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સીકન્દરભાઇ અબ્દુલ્લાભાઇ મેવાતી (ઉ.વ.૪૨ ધંધો-ટ્રાન્સપોટૅ રહે.અમદાવાદ દાણીલીમડા) એ આરોપી ઇર્ષાદભાઇ અબ્દુલઅજીજ (રહે. ૯૨૩ ગઢીવાલા મહોલ્લા.પીલખુઆ હાપુર જી.ગાજીયાબાદ, યુ.પી.) સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૨ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધીમાં આરોપીએ ફરીયાદીના ટ્રાંસપોર્ટના દાડમની પેટીઓ હળવદથી બનારસ ખાતે પહોંચાડવા માટે ભાડાથી આરોપીની ગાડી રાખેલ હતી અને આરોપીએ દાડમની પેટીઓ બનારસ ખાતે પહોંચાડવાના બદલે બારોબાર બદદાનતથી વેચી નાખી ફરીયાદી સાથે આશરે નવેક લાખ રૂપિયાનું ગુન્હાહીત વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપી સામે આઇ.પી.સી કલમ ૪૦૭,૪૨૦ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પો.સ.ઇ પી.જી.પનારા ચાલવી રહ્યા છે.