આઠ દિવસ પૂર્વે માર્કેટયાર્ડ પાસે બન્યો હતો બનાવ: પોલીસે રિક્ષા અને છરી કબજે કરી હળવદ: આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ છરી બતાવી વૃદ્ધ પાસેથી ૭૪૦૦ની રોકડ લઈ લીધી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે તપાસ આદરી ટંકારા, મોરબી અને ચરાડવા ગામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે ઝડપાયેલ શખ્સો પાસેથી પોલીસે હાલ ગુનાના કામે રીક્ષા અને છરી કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ માર્કેટ યાર્ડ માં મગ લેવા માટે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ થી બાવલભાઈ નાથાભાઈ ગોપાણી આવ્યા હતા અને તેઓ પાછા ઘનશ્યામ ગઢ જવામાટે હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી એક રિક્ષામાં બેશી શહેર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષામાં સવાર શખ્સોએ વૃદ્ધને છરી બતાવી ૭૪૦૦ની લુટ ચલાવી હતી. જેથી આ બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી હતી તેવામાં આજે મોરબી ચોકડી પાસે પીએસઆઇ પી.જી પનારા અને પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હોય ત્યારે ત્યાં થી પસાર થતા ત્રણ શખ્સો શંકાસ્પદ લાગતાં તેમને અટકાવી તપાસ કરાતા વૃદ્ધને લૂંટી લેવામાં ત્રણેય શખ્સોની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું જેથી પોલીસ દ્વારા નવઘણભાઈ ભગુભાઈ કોળી રહે ચરાડવા, અર્જુનભાઈ અબ્રામભાઈ ભરવાડિયા રહે સજનપર ઘુનડા તા, ટંકારા અને અજયભાઈ અમરશીભાઈ પરમાર રહે ત્રાજપર ખારી મોરબી ને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ત્રણેય શખ્સો બેંક અથવાતો હાઈવે રોડ ઉપર વૃદ્ધ એકલદોકલ જણાય ત્યાં ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપતા હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસ દ્વારા આ ત્રીપુટીએ અન્ય કેટલાક ગુનાઓ મા સંડોવાયેલી છે તેમ સહિતની ઝીણવટભરી ભરી તપાસ ચલાવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે ખાસ કરીને બેંક અને હાલ માર્કેટયાર્ડમાં સિઝન હોય જેથી એકલદોકલ લોકોએ અજાણ્યા વાહનમાં બેસતા સમયે વિષેશ ધ્યાન રાખવું.